અમે અમારા વિદ્યાર્થીઓને કુશળતાથી સજ્જ કરવાની આતુરતાથી તથા તેમને જીવનમાં શ્રેષ્ઠ બનાવવા માટે પ્રોત્સાહન આપીએ અને ભારતીયના આવતી કાલે મિલેનિયમ તરીકે આકાર આપવા માટે તેમની મોટી ભૂમિકા માટે તૈયાર કરશે.
“શ્રેષ્ઠ શિક્ષણનાં વારસ બની સમાજ અને દેશમાટે પ્રત્યેક બાળક પોતાના મનનો સ્વતંત્ર માલીક બની શકે તેવા સકારાત્મક વિચારથી આપણું બાળક માત્ર ટકાવારીનાં મોહમાં નહી પરંતુ જીંદગીની પરીક્ષામાં “ટકી” શકે તેવી કેળવણીનાં સહારે બાળકમાં જે કાંઇ પણ શ્રેષ્ઠ છે તેને બહાર લાવવાં સતત પ્રયત્નશીલ રહી સર્વાંગી વિકાસનું ભવ્ય વિઝન...”
અઘતન ભૌતિક સુવિધા ધરાવતું સંપૂર્ણ હવા ઉજાસવાળા AC વર્ગખંડો સાથેનું એલિવેટેડ ન્યુ બિલ્ડિંગ. માત્ર પ્રલોભનો નહી પરંતુ પારદર્શક પરિણામ અને પરફોમન્સનો ભરોસો...
ફક્ત પુસ્તકિયું જ્ઞાન નહીં પરંતુ સહજ અને સ્વમુલ્યાંકન માટે પ્રેક્ટીકલ જ્ઞાન તથા બૌધિક, રચનાત્મક, સર્જનાત્મક પ્રવૃતિઓ દ્વારા શિક્ષણ. દરેક વર્ગખંડમાં આધુનિક ટેકનોલોજીનો ટચ એટલે પ્રોજેક્ટર તથા કોમ્પ્યુટર રૂમની સગવડ..
બાળકના ઉત્સાહને ચાર્જ કરવા “મોટીવેશન” નો તથા “આરોગ્ય તપાસણી” નો કાર્યક્રમ. વ્યવસાહિક જ્ઞાન માટે “આનંદમેળા” નું સરસ આયોજન. વિવિધ તહેવારની ઉજવણી માટે પહેલા ઉત્સવનું મહત્વ સમજાવી મુલ્યલક્ષી કેળવણીની પહેલ...